વેપારઃ મોંઘવારીમાં સતત વધારો થતાં આમ જનતાને ભારે મુશ્કેલી, PNG ના ભાવમાં તોતિંગ વધારો
money-01-4-

અટલ સમાચાર, ડેસ્ક

કમરતોડ મોંઘવારી લોકોને રડાવી રહી છે. ત્યાં દિવસેને દિવસે એક એક વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ગઈકાલે Adani એ CNG ના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે અદાણીએ PNGના ભાવમાં પણ વધારો કર્યો છે. અદાણી ગેસે PNG માં પણ 89.60 રૂપિયાનો ભાવવધારો ઝીંક્યો છે. આજથી નવો ભાવ લાગુ પડશે. 

અદાણી CNG બાદ હવે PNG પણ મોંઘું થયું છે. હવે તમને અદાણી ગેસના 89.60 રૂપિયા વધારે ચૂકવવા પડશે. અદાણી PNG નો નવો ભાવ 1.50 MMBTU સુધી 1514.80 રૂપિયા થયો છે. હવેથી 1.60 MMBTU કરતા વધુ વપરાશ પર 1542.80 રૂપિયા ચૂકવવા પડશે. 
 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

અગાઉ જુલાઈમાં PNG માં અદાણીએ વધારો કર્યો હતો, ત્યારે ફરી ઓગસ્ટમાં ભાવવધારો લાગુ કર્યો છે. અગાઉ જુલાઈમાં અદાણીએ PNG માં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંક્યો હતો. જુલાઈમાં અદાણી ગેસ દ્વારા 1.60 MMBTU સ્લેબમાં પણ 10 પોઇન્ટનો ઘટાડો કરી 1.50 MMBTU કરી નાંખ્યું હતું. અદાણી CNG નો ભાવ 85.89 રૂપિયા થતા ધીરે ધીરે પેટ્રોલ - ડીઝલના ભાવ તરફ વધી રહ્યો છે આગળ તો હવે PNG માં ભાવવધારો થતા લોકોની પરેશાનીમાં સતત વધારો થઈ રહ્યો છે.