મોંઘવારીઃ હાઉસિંગ લોન કંપની એચડીએફસી લિમિટેડે પણ લોન પરના વ્યાજ દરમાં વધારો કર્યો

આરબીઆઈએ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરતા બેન્કોની હોમ લોન મોંઘી થઈ છે. અત્યાર સુધીમાં ચાર બેન્ક અને ઘણી નાણાકીય સંસ્થાઓએ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
 
money-01-4-

અટલ સમાચાર, ડેસ્ક

હાઉસિંગ લોન કંપની એચડીએફસી લિમિટેડે પણ લોન પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. એચડીએફસી લિમિટેડે તેના સ્ટાન્ડર્ડ લેન્ડિંગ રેટમાં 0.30 ટકાનો વધારો કર્યો છે. આનાથી બેંકના હાલના અને નવા બંને ગ્રાહકો માટે લોન મોંઘી થશે. એચડીએફસી લિમિટેડે આપેલી માહિતી મુજબ આ વધારો 9 મેથી લાગુ થશે. લોન પરનો વ્યાજ દર 7 ટકાથી માંડીને 7.45 ટકાની વચ્ચે નવા કર્જદારો માટે સુધારિત દર તેમની શાખ અને લોનની રકમને આધારે 7 ટકાથી માંડીને 7.45 ટકાની વચ્ચે છે. તેનો હાલનો વ્યાપ 6.70 ટકાથી લઈને 7.15 ટકા છે. જો એચડીએફસીના હાલના ગ્રાહકોની વાત કરીએ તો તેમને માટે વ્યાજ દરોમાં 0.30 ટકાનો વધારો થશે.

   અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
નવા કસ્ટમર્સ માટે 30 લાખ સુધીની લોન પર લેવામાં આવનાર વ્યાજ દર 7.10 ટકા હશે અને રુપિયા 30 લાખથી 75 લાખની લોન માટેનો વ્યાજ દર 7.35 ટકા હશે જ્યારે 75 લાખ ઉપરની લોન માટેનો વ્યાજ દર 7.45 ટકા હશે. આ પહેલા icici બેંક, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા સહિત અન્ય કેટલીક ધિરાણ સંસ્થાઓએ પણ દરોમાં વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી બેંકો દ્વારા સતત આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છટે કે આરબીઆઈએ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરતા બેન્કોની હોમ લોન મોંઘી થઈ છે. અત્યાર સુધીમાં ચાર બેન્ક અને ઘણી નાણાકીય સંસ્થાઓએ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે.