વેપારઃ સોના-ચાંદીના ભાવમાં આજે આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો, જાણો આજની લેટેસ્ટ કિંમત

સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
 
gold

અટલ સમાચાર, ડેસ્ક

સોનાના ભાવમાં સતત ત્રણ દિવસથી ઘટાડો નોંધાય રહ્યો છે. આજે સવારે 9.45 વાગ્યે MCX પર, સોનાનો વાયદો 0.09 ટકા ઘટીને રૂ. 50,546 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો વાયદા ભાવ 0.01 ટકા ઘટીને રૂ. 59,497 પ્રતિ કિલોગ્રામ થયો. જો ગઇકાલની વાત કરીએ તો સવારે સોનાનો વાયદા ભાવ રૂ. 50,767 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ ચાંદીનો વાયદા ભાવ રૂ. 60, 225 પ્રતિ કિલોગ્રામ હતો.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
 
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
 

1 Gram              ₹4,748

8 Gram              ₹37,984

10 Gram            ₹47,480

100 Gram        ₹4,74,800

24 કેરેટ સોનાનો આજનો ભાવ
Gram                   24 Carat Gold Today

1 Gram              ₹5,179

8 Gram              ₹41,432

10 Gram            ₹51,790100 Gram        ₹5,17,900 
 
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.