વેપારઃ ભારતીય શેર બજારમાં આજે સામાન્ય તેજી, જાણો સોના ચાંદીની કિંમતમાં વધારો અને ઘટાડો
gold-

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય શેર બજાર માં આજે સામાન્ય તેજી જોવા મળી રહી છે. બીજી તરફ આજે એમસીએક્સ (MCX) અથવા મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર સવારે 9.47 વાગ્યે સોનાના ભાવમાં 0.08 % નો હળવો ઘટાડો જોવા મળ્યો છે અને ચાંદીની કિંમતમાં 0.11% ની સામાન્ય તેજી જોવા મળી છે.

ગુજરાતમાં આજે સોનાનો ભાવઅમદાવાદ  ₹51,420, અમરેલી  ₹51,420, આણંદ ₹51,420, અરવલ્લી ₹51,420,  ભરૂચ ₹51,420 , ભાવનગર ₹51,420,  બોટાદ  ₹51,420, જામનગર ₹51,420,  જુનાગઢ ₹51,420,  ખેડા ₹51,420,  કચ્છ ₹51,420, મહીસાગર ₹51,420,  મોરબી ₹51,420,  નર્મદા ₹51,420,  નવસારી  ₹51,420,  રાજકોટ  ₹51,420, રાજકોટ  ₹51,420, સુરત  ₹51,420,  વડોદરા ₹51,420, વલસાડ ₹51,420

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
 
 
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.