વેપારઃ મહિનાના પહેલા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો અને ચાંદીની કિંમતમાં આટલો વધારો

750 પ્યોરિટીવાળું સોનું 46 રૂપિયા સસ્તું થયું છે. 585 પ્યોરિટીવાળા સોનાની વાત કરીએ તો આજે 36 રૂપિયા ઘટાડો થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદી એક કિલોએ 359 રૂપિયા મોંઘી થઈ છે. 
 
gold

અટલ સમાચાર, ડેસ્ક


ભારતીય શરાફા બજારમાં આજે સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ જાહેર થયા છે. ગોલ્ડના ભાવમાં મામૂલી ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે. 999 પ્યોરિટીવાળું 10  ગ્રામ સોનું આજે 51405 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ આજે વધીને 57912 રૂપિયા થયો છે. 

ibjarates.com ના ભાવ મુજબ 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 51199 રૂપિયે વેચાઈ રહ્યું છે. 916 પ્યોરિટીવાળું સોનું 47087 રૂપિયે વેચાય છે. જ્યારે 750 પ્યોરિટીવાળું સોનું 38554 રૂપિયે વેચાય છે. આ ઉપરાંત 585 પ્યોરિટીવાળા સોનાના આજે 30072 રૂપિયા ભાવ છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો આજે 57912 રૂપિયા  ભાવ છે. 

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
સોના અને ચાંદીના ભાવમાં રોજેરોજ ફેરફાર આવતો હોય છે. 999 અને 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 61 રૂપિયા જેટલું સસ્તું થયું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 56 રૂપિયા ઓછા  ભાવે વેચાઈ રહ્યું છે. 750 પ્યોરિટીવાળું સોનું 46 રૂપિયા સસ્તું થયું છે. 585 પ્યોરિટીવાળા સોનાની વાત કરીએ તો આજે 36 રૂપિયા ઘટાડો થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદી એક કિલોએ 359 રૂપિયા મોંઘી થઈ છે. 

 
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 
 
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 
 
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.