વેપારઃ સોનામાં 0.70 ટકા અને ચાંદીમાં 0.76 ટકાનો વધારો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ

ભાવ વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમતથી ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી સોનાની ખરીદી કરવા માંગતા લોકો માટે સારો મોકો છે.
 
Gold

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા થોડા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીની કિંમતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આજે સોનામાં 0.70 ટકા અને ચાંદીમાં 0.76 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, ભાવ વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમતથી ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી સોનાની ખરીદી કરવા માંગતા લોકો માટે સારો મોકો છે.

આજે સવારે 11 વાગ્યે મલ્ટી કોમોટિડી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર જૂન વાયદાનું સોનું 0.70 ટકા એટલે કે 358 રૂપિયા વધીને 51,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ જુલાઈ વાયદાનું ચાંદી આજે એમસીએક્સ પર 0.76 ટકા એટલે કે 490 રૂપિયા વધીને 65,070 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સોના-ચાંદીની રેકોર્ડ કિંમત (Gold Record Price)
ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,620 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,580 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ પણ વાંચો: આજે (29 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.