વેપારઃ મોંઘવારીનો વધુ માર, ગુજરાત ગેસે CNGમાં પ્રતિ કિલો બે રૂપિયાને 60 પૈસાનો વધારો કર્યો

પીએનજીમાં ત્રણ રૂપિયાને 91 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે હવે ગુજરાત ગેસ અને અદાણી ગેસના ભાવ સીએનજી પુરતા સરખા થઈ ગયા છે.
 
cng

અટલ સમાચાર, ડેસ્ક

મધ્યમવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગુજરાત ગેસે સીએનજીમાં પ્રતિ કિલો બે રૂપિયાને 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે પીએનજીમાં ત્રણ રૂપિયાને 91 પૈસાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાને કારણે હવે ગુજરાત ગેસ અને અદાણી ગેસના ભાવ સીએનજી પુરતા સરખા થઈ ગયા છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

 ગુજરાત ગેસના સીએનજીના નવા  ભાવ પ્રતિ કિલો 79.56થી વધીને 82.16 રૂપિયા થઈ ગયા છે. જ્યારે પીએનજીમાં ત્રણ રૂપિયાને 91 પૈસાનો ભાવ વધારો કરતા 44.14થી વધીને 48. 50 પૈસા થઈ ગયા છે. આજ સુધી સીએનજી વાહન ચાલકો ગુજરાત ગેસનો સસ્તો સીએનજી પુરાવવાનું પસંદ કરતા હતા પરંતુ હવે બંન્ને કંપનીના ભાવ એક સરખા થઈ જતા વાહનચાલકોને કોઈ લાભ મળશે નહીં.