મોંઘવારીઃ તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો, જાણો કેટલો ભાવ વધારો નોંઘાયો

મલેશિયામાં પણ તેલમાં ભાવ વધારો થયો. આપણા દેશમાં સૌથી વધુ મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત થાય છે, તો કપાસિયા તેલમાં 8 દિવસમાં ડબે 20 રૂપિયાનો ડબે વધારો થયો છે. 
 
તેલ

અટલ સમાચાર, ડેસ્ક

સાતમ આઠમના તહેવારો પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનું ખૂબ જ મહત્વ છે. લોકો ખાસ કરીને સાતમ આઠમના તહેવાર પહેલા અલગ અલગ ફરસાણ બનાવે છે. પરંતુ સતત ખાદ્યતેલોના ભાવને લઈને ગૃહિણીઓની મુશ્કેલીઓ વધી. છેલ્લા આઠ દિવસથી સતત પામેલ કપાસીયા તેલ અને સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

તેલના ડબે 50થી લઈ અને 70 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલના ભાવ 15 થી 20 રૂપિયાનો વધારો. સીંગતેલનો ડબો 2750 થી 2800 થયા. પામતેલના ભાવ માં આઠ દિવસમાં 130 રૂપિયાનક વધારો. પામતેલનો ડબો 2030 થી 2100 થયો. પામતેલના માલનો સોર્ટજ, માગમાં વધારો. મલેશિયામાં પણ તેલમાં ભાવ વધારો થયો. આપણા દેશમાં સૌથી વધુ મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત થાય છે, તો કપાસિયા તેલમાં 8 દિવસમાં ડબે 20 રૂપિયાનો ડબે વધારો થયો છે.