મોંઘવારીઃ CNGના ભાવમાં 2.2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો, જાણો આજનો ભાવ
cng

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના સ્થિર ભાવ વચ્ચે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. હવે પુણે (મહારાષ્ટ્ર)માં શુક્રવારે ફરીથી CNGના ભાવમાં 2.2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
 
શુક્રવારે વધારા બાદ પુણેમાં સીએનજીનો ભાવ 2.20 રૂપિયા વધીને 77.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જણાવી દઈએ કે પુણેમાં 7 એપ્રિલથી CNGના ભાવમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. અલી દારૂવાલાએ જણાવ્યું કે નેચરલ ગેસની કિંમતમાં વધારાને કારણે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

એપ્રિલના પહેલા સપ્તાહમાં પૂણેમાં સીએનજીનો ભાવ 62.20 રૂપિયા પ્રતિ કિલો હતો. 6 એપ્રિલે ભાવ વધારીને 68 રૂપિયા કરવામાં આવ્યો હતો. તેના પછી 13 એપ્રિલે તે 5 રૂપિયાની તેજી સાથે તે 3 રૂપિયા થયો. 18 એપ્રિલે 2 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ વધીને 75 રૂપિયા થયો હતો. હવે શુક્રવારે ચોથી વખત CNGમાં પ્રતિ કિલો 2.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.