મોંઘવારીઃ આમ જનતાને ફરી ઝટકો લાગ્યો, CNG ગેસમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો ઝીંકાયો
cng

અટલ સમાચાર, ડેસ્ક


બીજી તરફ, ખાદ્ય તેલના વધી રહેલા ભાવ પણ લોકોને રડાવી રહ્યાં છે. સીંગતેલમાં બે દિવસમાં 30 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છ. સીંગતેલનો ડબ્બો રૂપિયા 2750 પર પહોંચ્યો છે. સતત બે વર્ષથી મગફળીનું મબલખ ઉત્પાદન છતાં ભાવ વધારો યથાવત છે. ખાદ્યતેલમાં ભાવ વધારો ડામવા તંત્ર અને સરકાર નિષ્ફ્ળ નીવડી છે. લગ્નસરા સીઝન આવતા બે દિવસથી તેલના ડબ્બાના રૂપિયા 20 અને રૂપિયા 10નો ભાવ વધારો થયો છે. 

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. તો ઉનાળો શરૂ થતાં લીંબુનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. ચાર દિવસ પહેલા ગુજરાત ગેસે સીએનજીની કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

 
   અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. માનવામાં આવી રહ્યુ છે કે, પેટ્રોલ તેમજ ડીઝલ પર જલ્દી જ મોંઘવારીનો માર પડવાનો છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ત્યારે ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.