મોંઘવારીઃ LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો નોંધાયો, ગૃહિણીઓ હેરાન પરેશાન
gas-cylinder-costly

અટલ સમાચાર, ડેસ્ક


ગૃહિણીઓ પર વધુ એક મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. ઘર વપરાસના રાંધણગેસની કિંમતમાં ફરી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આજે (શનિવારે) ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે.

LPG સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી જ દેશમાં નવો ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે. 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી ગઈ છે. હવે રાંધણ ગેસનો નવો ભાવ 999.50 રૂપિયા થયો છે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે 2364.50 રૂપિયામાં મળશે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

જણાવી દઈએ કે આ પહેલા 22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આજે કિંમતમાં વધારો કર્યા પછી દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 999.50 રૂપિયા થઈ ગઈ છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પણ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કરાયો હતો, ત્યારે હવે આજથી ફરી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, તેવામાં જનતાને મોંઘવારીનો બેવડો માર પડ્યો છે.