વેપારઃ ક્રેડિટ કાર્ડ ધારકોને 1 જુલાઈથી ઘણી નવી સુવિધાઓનો લાભ મળશે, જાણો વધુ

આખરે આ બિલિંગ સાઇકલ શું છે અને તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે અમે તમને અહીં બિલિંગ સાઇકલ અને તેમાં કરવામાં આવેલા ફેરફારો વિશે જણાવીશું...
 
card

અટલ સમાચાર, ડેસ્ક


સેન્ટ્રલ બેંક (ભારતીય રિઝર્વ બેંક) RBI ગ્રાહકોના હિતની સુરક્ષા માટે સમયાંતરે નવી-નવી નીતિઓ અને માર્ગદર્શિકા (RBI માર્ગદર્શિકા) લઇને આવતી રહે છે. ત્યારે તાજેતરમાં, જ RBIએ ક્રેડિટ કાર્ડ ધારકોના હિત માટે અનેક નવા નિર્ણયો લીધા છે. આરબીઆઈએ ક્રેડિટ કાર્ડને ઈશ્યુ કરવા તેમજ બિલિંગ સાઇકલ માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેનાથી ગ્રાહકોને વધારે ફાયદો થશે.1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ ધારકોને મળશે નવી સુવિધાઓ
ગ્રાહકો જાતે જ બદલી શકશે પોતાનું Billing Cycle
જાણો શું હોય છે ક્રેડિટ કાર્ડનું આ બિલિંગ સાઇકલ?

તમને જણાવી દઈએ કે, RBIએ કહ્યું છે કે, ક્રેડિટ કાર્ડ ધારકોને 1 જુલાઈથી ઘણી નવી સુવિધાઓનો લાભ મળશે. જેમાં બિલિંગ સાયકલનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે તમારા મનમાં એ સવાલ ઉઠતો હશે કે, આખરે આ બિલિંગ સાઇકલ શું છે અને તેમાં શું ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે અમે તમને અહીં બિલિંગ સાઇકલ અને તેમાં કરવામાં આવેલા ફેરફારો વિશે જણાવીશું...

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ (Credit Card Billing Cycle) એ સમયગાળો છે કે જેમાં ખરીદી કરવાથી લઈને બિલ ભરવા સુધીનો સમય સામેલ હોય છે. જેને અમે ઉદાહરણ દ્વારા સમજાવીશું. ઉદાહરણ તરીકે, જો તમે 1 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરો છો તો તેનું બિલ 31મી જુલાઈએ આવશે. ત્યાર બાદ તમને આ બિલ ભરવા માટે 15થી 25 દિવસનો સમય આપવામાં આવશે. જો તમે આ સમય મર્યાદાની અંદર બિલ નહીં ચૂકવો તો કંપની તમારી પર દંડ લગાવશે. આવી સ્થિતિમાં તમારે આ બિલ 15થી 25 તારીખની વચ્ચે ચૂકવી દેવાનું રહેશે. પરંતુ, ઘણી વખત લોકોને તેમનો પગાર મહિનાના છેલ્લા દિવસે મળે છે. એવામાં તમને આ બિલ ચૂકવવામાં મુશ્કેલી થઈ શકે છે.

ગ્રાહકોની આ સમસ્યાને દૂર કરવા માટે RBI બિલિંગ સાઈકલ બદલવાનો વિકલ્પ લઈને આવી રહી છે. એવામાં ગ્રાહકો મહિનાના અંતે મળેલા પગારનો ઉપયોગ કરીને પણ 25 તારીખ બાદ આવતા મહિનાની 24મી તારીખ સુધીમાં પોતાનું બિલ સરળતાથી ચૂકવી શકશે. આ રીતે ગ્રાહકો પોતાની અનુકૂળતા અનુસાર, ક્રેડિટ કાર્ડના બિલિંગ સાઇકલની પસંદગી કરી શકે છે.