વેપારઃ રાહતના સમાચાર, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો, જાણો નવી કિંમત
gas-cylinder-costly

અટલ સમાચાર, ડેસ્ક


મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. તાજેતરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો થયા બાદ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી જૂનથી કંપનીઓ તરફથી નવા રેટ જાહેર કરવામાં આવ્યા છે. 

નવા રેટ મુજબ 19 કિલોવાળો કમર્શિયલ સિલિન્ડર 135 રૂપિયા સસ્તો થયો છે. ભાવ ઘટતા હવે કમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં 2354ની જગ્યાએ 2219 રૂપિયાનો થયો છે. એ જ રીતે કોલકાતામાં હવે 2454 રૂપિયાની જગ્યાએ 2322 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયાની જગ્યાએ 2171.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયાની જગ્યાએ 2373 રૂપિયા ચૂકવવા પડશે. 

કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવેલા આ નવા ભાવની અસર આવનારા દિવસોમાં મોંઘવારી પર જોવા મળી શકે છે. અગાઉ ગત પહેલી તારીખે ભાવમાં લગભગ 100 રૂપિયાનો વધારો નોંધાયો હતો.