ફેરફારઃ નવા મહિનો શરુ થતા જ નવા નિયમ લાગુ થશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
money-01-4-

અટલ સમાચાર, ડેસ્ક

ત્રણ દિવસ પછી નવો મહીનો શરું થઈ જશે અને નવા મહિનાની શરુઆત થતા જ નવા નિયમ પણ લાગુ થઈ જશે. મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી થાય છે. 1 સપ્ટેમ્બરથી યમુના એક્સપ્રેસ વે પર ટોલ મોંઘો થઈ જશે. એટલું જ નહીં આ વિસ્તારનો સર્કલ રેટ પણ વધી જશે. આવો જાણીએ આ અંગે.

1) રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર
1 સપ્ટેમ્બરથી રસોઈ ગેસની નવી કિંમતો નક્કી થશે. આ વખતે કિંમતો વધી પણ શકે છે તેમ ઘટી પણ શકે છે. જોકે બંને સ્થિતિમાં તમારા ખિસ્સા પર સીધી અસર થશે.
2) પીએનબી KYC અપડેટ
ગત અનેક મહિનાથી અનેક બેંકો પોતાના ગ્રાહકોને Know Your Customer(KYC) અપડેટ કરવા માટે એલર્ટ આપી રહ્યા છે. કેવાયસી કરાવ્યા બાદ આવા ગ્રાહકોનું બેંક એકાઉન્ટ એક્ટિવ રહેશે અને તેઓ પંડ ટ્રાન્સપર સહિતના કામ સહેલાઈથી કરી શકશે. પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેંક પણ તેમાંથી એક છે. તેણે પોતાના ગ્રાહકોને 31 ઓગસ્ટ 2022 સુધીમાં ડેટા અપડેટ કરાવવા માટે કહ્યું છે.

3) પીએમ કિસાન યોજના

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત લાભની રકમ મેળવતા ખેડૂતોને પણ 31 ઓગસ્ટ 2022 પહેલા ઈ-કેવાયસી કરાવવાનું કહેવામાં આવ્યું છે. જો ઈકેવાયસી ન કરવામાં આવે તો તેવા ખેડૂતોને 12 હપ્તાની ચૂકવણી અટકી શકે છે.

4) વધી જશે ટોલનો ભાર

જો તમે દિલ્હી આવવા જવા માટે યમુના એક્સપ્રેસનો ઉપયોગ કરો છો તો તમારે વધુ ટોલ ટેક્સ આપવો પડશે. હવે નાના વાહન જેવા કે કાર પર પ્રિત કિમી 10 પૈસા વધુ આપવા પડશે. જ્યારે મોટી કોમર્શિયલ ગાડીઓ જેવી કે ટ્રકને પ્રતિ કિમી 52 પૈસા ટોલ વધુ આપવા પડશે.

5) હવે આટલું મળશે ઈન્શ્યોરન્સ એજન્ટને કમીશન

IRDAIએ જનરલ ઈશ્યોરન્સના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ઇન્શોરન્સ એજન્ટને 30થી 35 ટકાની જગ્યાએ 20 ટકા જ કમીશન મળશે. તેનાથી લોકોના પ્રીમિયમ ઘટશે અને તેમને પડતા બોજમાં રાહત મળશે.

Expert Views: બજારના ઘટાડાથી ડરવાની જરુર નથી, 3-4 સપ્તાહમાં કમાણી માટે આ સ્ટોક્સ પર દાવ લગાવો

6) મોંઘી થશે તમામ કાર

જો તમે પણ ઓડી કાર ખરીદવાનો પ્લાન ધરાવો છો તો ઓડી કારની કિંમતોમાં 2.4 ટકાનો ઘટાડો થશે અને આ નવી કિંમતો 20 સપ્ટેમ્બર 2022થી લાગુ થશે.

7) ગાજિયાબાદમાં વધશે સર્કલ રેટ

જો તમે ગાજિયાબાદમાં પ્રોપર્ટી ખરીદવાોન પ્લાન ધરાવો છો તો આ અપડેટ તમારા માટે છે. દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદમાં સર્કલ રેટમાં 4.2 ટકાનો વધારો થઈ શકે છે. આ વધારો 1 સપ્ટેમ્બર 2022થી લાગુ પડશે.