વેપારઃ 143 વસ્તુઓ પર વધી શકે છે GST, હેન્ડબેગ્સ, પરફ્યુમ્સ, ચોકલેટ્સ ભાવમાં આગામી મહિને થશે વધારો

પાપડ અને ગોળ જેવી વસ્તુઓને ઝીરોમાંથી 5 ટકાના જીએસટી સ્લેબમાં ખસેડવામાં આવી શકે છે. અખરોટ માટે જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા, કસ્ટર્ડ પાવડર માટે 5 ટકાથી વધારીને 18 ટકા અને લાકડાના ટેબલ અને કિચનવેર માટે 12 ટકાથી વધારીને 18 ટકા થઈ શકે છે.
 
gst

અટલ સમાચાર, ડેસ્ક

આજની તારીખમાં દેશમાં મહત્ત્વની અને જરૂરી ચીજવસ્તુઓની કિંમતો પહેલેથી જ બાહ્ય દબાણનો સામનો કરી રહી હોવાને કારણે આકાશ આંબી રહી છે. આ પરિસ્થિતી છતાં પણ જીએસટી કાઉન્સિલે 143 વસ્તુઓ પરના જીએસટી દરો વધારવા માટે રાજ્યોના મંતવ્યો માંગ્યા હોવાની વાત સામે આવી રહી છે. જે પ્રોડક્ટ્સ પર જીએસટી રેટમાં વધારો થઈ શકે છે, તેમાં હેન્ડબેગ્સ, પરફ્યુમ્સ/ડિઓડ્રન્ટ્સ, ચોકલેટ્સ, ચ્યુઈંગ ગમ, લેધરની એક્સેસરીઝ અને અખરોટનો સમાવેશ થાય છે. ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, કુલ 143 વસ્તુઓમાંથી 92 ટકાને 18 ટકાના ટેક્સ સ્લેબમાંથી 28 ટકાના સ્લેબમાં ખસેડવાની વિચારણા કરવામાં આવી રહી છે. 143 વસ્તુઓમાં કસ્ટર્ડ પાઉડર, ઘડિયાળ, પાપડ, સૂટકેસ, ગોળ, હેન્ડબેગ, પરફ્યુમ/ડિઓડરન્ટ્સ, પાવર બેંક, કલર ટીવી સેટ (32 ઇંચથી નીચે), ચોકલેટ, સિરામિક સિંક, વૉશ બેસિન, ચ્યુઇંગમ, અખરોટ, નોન-આલ્કોહોલિક ડ્રિન્ક્સ, લેધર એક્સેસરિઝ અને ગોગલ્સનો સમાવેશ થાય છે.

પાપડ અને ગોળ જેવી વસ્તુઓને ઝીરોમાંથી 5 ટકાના જીએસટી સ્લેબમાં ખસેડવામાં આવી શકે છે. અખરોટ માટે જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા, કસ્ટર્ડ પાવડર માટે 5 ટકાથી વધારીને 18 ટકા અને લાકડાના ટેબલ અને કિચનવેર માટે 12 ટકાથી વધારીને 18 ટકા થઈ શકે છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

મળતી માહિતી મુજબ, જીએસટી કાઉન્સિલ જે દેશમાં ઈનડાયરેક્ટ ટેક્સ રેજીમનું સંચાલન કરે છે, તે આવતા મહિને યોજાનાર બેઠકમાં મોટા પાયે વપરાશ થતી કેટલીક વસ્તુઓના જીએસટી ટેક્સને ત્રણ ટકાથી વધારી પાંચ ટકા કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે. અન્ય કેટલીક વસ્તુઓ પર આ દર વધારીને આઠ ટકા સુધી કરવામાં આવસે.

પીટીઆઈના એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હાલમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા એમ કુલ ચાર જીએસટી સ્લેબ છે. 18 ટકાના સ્લેબમાં 480 વસ્તુઓ છે, જેમાંથી લગભગ 70 ટકા જીએસટી કલેક્શન આવે છે. આ ઉપરાંત અનબ્રાન્ડેડ અને અનપેક્ડ ફુડ આટમ્સ જેવી વસ્તુઓની ફ્રી લિસ્ટ છે, જે સારું કલેક્શન કરતી નથી. કાઉન્સિલ કેટલીક નોન ફુડ આઈટમ્સને બાકાત કરી શકે છે.

મળતી માહિતી અનુસાર, 5 ટકાના સ્લેબને 7 કે 8 કે 9 ટકા કરવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જોકે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે, જેમાં કેન્દ્ર અને રાજ્યો બંનેના નાણાં પ્રધાનોનો સમાવેશ થાય છે, મે મહિનામાં આગામી બેઠકમાં આ અંગે નિર્ણય કરાશે.
 

જીએસટી કમ્પન્સેશન સિસ્ટમ જૂનમાં સમાપ્ત થઈ રહી છે. ગયા વર્ષે કાઉન્સિલે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈની આગેવાની હેઠળ રાજ્ય પ્રધાનોની એક પેનલની રચના કરી હતી, જે ટેક્સ રેટને રેશનલાઈઝ કરીને અને ટેક્સ સ્લેબમાં સુધારો કરે અને આવક વધારવા માટેના ઉપાયો સૂચવે.

કેન્દ્ર સરકારને જીએસટી સિસ્ટમના રોલ-આઉટને કારણે રાજ્યોને તેમની આવકની અછત માટે જૂન 2022 સુધીના પાંચ વર્ષ માટે કમ્પન્સેશન આપવાનું ફરજિયાત કર્યુ હતું. કેન્દ્રએ રાજ્યોની આવકને વાર્ષિક 14 ટકાના દરે પ્રોટેક્ટ કરવાની પણ બાંહેધરી આપી હતી. આ ટકાવારી વર્ષ 2015-16ની બેસ રેવન્યૂને આધારે નક્કી કરવામાં આવી હતી.