વેપારઃ વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના બીજા દિવસે શેર બજારમાં હાહાકાર મચી ગયો

એલઆઈસીના શેરમાં આજે 12 જુલાઈના રોજ ઘટાડો જોવા મળ્યો. એલઆઈસીના શેર 1.65 એટલે કે 0.23 ટકાનો  ઘટાડો નોંધાયો અને હાલ તે 716.55 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. 
 
બજાર


અટલ સમાચાર, ડેસ્ક

વૈશ્વિક બજારમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના બીજા દિવસે શેર બજારમાં હાહાકાર મચી ગયો. લાલ નિશાન સાથે ખુલેલા બજાર આખો દિવસ કારોબાર બાદ લાલ નિશાન સાથે જ બંધ થયા. આજે બજાર બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક 508.62 પોઈન્ટ ગગડીને 0.94 ટકાના ઘટાડા સાથે 53,886.61 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 170.65 પોઈન્ટ એટલે કે 1.05ના ઘટાડા સાથે 16,045.35 પોઈન્ટ પર બંધ થયું. 

ટોપ લૂઝર્સ
બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ઈન્ફોસિસ, નેસલે, એચસીએલ ટેક, પાવર ગ્રિડ કોર્પોરેશન, એચયુએલના શેર ટોપ 5 લૂઝર્સમાં જોવા મળ્યા. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીમાં આઈશર મોટર્સ, હિન્દાલકો, ઈન્ફોસિસ, બીપીસીએલ, નેસલેના શેર ટોપ 5 લૂઝર્સમાં જોવા મળ્યા. 

એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે 12 જુલાઈના રોજ ઘટાડો જોવા મળ્યો. એલઆઈસીના શેર 1.65 એટલે કે 0.23 ટકાનો  ઘટાડો નોંધાયો અને હાલ તે 716.55 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. 
 

સવારે કેવા હતા બજારના હાલ? 
આજે સવારે કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ 175 અંક ગગડીને 54,219.78 ના સ્તરે ખુલ્યો. જ્યારે 50 અંકવાળો નિફ્ટી 90 અંક તૂટીને 16,126.20 ના સ્તર પર ખુલ્યો.