વેપારઃ 18 એપ્રિલે સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે. 
 
gold

અટલ સમાચાર, ડેસ્ક


સપ્તાહના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો (Gold-Silver price hike) જોવા મળ્યો છે. બીજી તરફ ચાર દિવસ બંધ રહ્યા બાદ આજે શેર બજારમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. સવારે 9:20 વાગ્યે સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટનો કડાકો  જોવા મળ્યો હતો. સોના ચાંદીમાં અઠવાડિયાના પ્રથમ દિવસે જ મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.73 ટકાના ઉછાળા સાથે અને ચાંદી 1.36 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.


આજે સવારે 9: 20 વાગ્યે MCX પર જૂન વાયદાનું સોનું 0.73 ટકા એટલે કે 389 રૂપિયા ઉછળીને 53,381 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ જૂન વાયદાનું ચાંદી 1.36 ટકા વધીને 69,968 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીમાં આજે 936 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,381 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 2819 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે. 
 
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.