વેપારઃ 22 ડિસેમ્બરે સોનાની કિંમતમાં 0.06 ટકાનો વધારો નોંધાયો, ચાંદીમાં 0.16 % વધાયો થયો
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધી રહેલા ખતરા વચ્ચે શેર બજારથી લઈને સોના-ચાંદી વાયદા બજારમાં રોકાણકારો ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યા છે. બુધવારે સવારે એમસીએક્સ (MCX) પર સોનાની કિંમતમાં 0.06 ટકાનો વધારો જણાયો હતો. સવારે ભાવ 29 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ 48,096 રૂપિયા જોવાયો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 0.16 ટકાનો વધારો થયો હતો. 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 62 હજાર નજીક એટલે કે 61,901 રૂપિયા પર પહોંચી છે.

બીજી તરફ આ અઠવાડિયે હાજર સોનાની માંગમાં વધારો થયો છે. લોકો એવું માનીને સોનાની ખરીદી કરવા માટે દોડી રહ્યા છે કે સોનાની કિંમત નજીકના ભવિષ્યમાં વધી શકે છે. બીજી તરફ ક્રિસમસને લઈને પણ સોનાની માંગ વધી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે મંગળવારે સ્પોટ માર્કેટમાં 10 ગ્રામ સોનાની કિંમત 48,311 રૂપિયા, જ્યારે ચાંદીની કિંમત 61,659 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત દિવસથી સોનાની સ્પોટ કિંમત 48,000 રૂપિયાથી વધારે રહી છે.

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.