વેપારઃ 24 ડિસેમ્બરે જાણો સોના-ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો ઉતાર-ચઢાવ આવ્યો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે ફેબ્રુઆરી ડિલિવરી વાળા સોનાના ભાવમાં 0.07 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 0.01 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે. સોના-ચાંદીના ભાવમાં આજકાર ઉતાર-ચઢાણ ચાલુ છે. આજે અઠવાડિયાના અંતિમ બિઝનેસ દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો  થયો છે. જ્યારે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સવારે ફેબ્રુઆરી ડિલિવરી વાળા સોનાના ભાવમાં 0.07 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 0.01 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


નિષ્ણાતોનું કહેવું છે કે દિવાળી પર સોનાનું ખૂબ વેચાણ થયું હતું. તહેવારોની સિઝન બાદ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આથી સોના-ચાંદીની કિંમતના સપોર્ટ મળી શકે છે. આથી ફરી એકવાર સોનાની કિંમત 50,000 રૂપિયાને પાર જઈ શકે છે. હાલ ફન્ડામેન્ટલ ખૂબ મજબૂત દેખાઈ રહ્યા છે. આજે ફેબ્રુઆરી ડિલિવરી વાળા સોનાની કિંમતમાં 0.07 ટકાની તેજી જોવા મળી હતી. ભાવ પ્રતિ 10 ગ્રામ 48,185 રૂપિયાના સ્તર પર જોવામાં આવ્યો હતો. આજે એમસીએક્સ પર ચાંદીની કિંમતમાં 0.01 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો હતો. સવારે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 62,303 રૂપિયા જોવામાં આવ્યો હતો.


જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.