વેપારઃ 29 ડિસેમ્બરે સોના-ચાંદીની કિંમતમાં આટલા પૈસાનો ઘટાડો નોંધાયો, જાણો વધુ

આ સાથે સોનાની કિંમત 48,005 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ 0.20 ટકા ઘટી છે. ચાંદીની કિંમત 62,460 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

સોનાની કિંમતમાં આજે ઘટાડો નોંધાયો છે. મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની કિંમત (Gold price) 0.17 ટકા ઘટી છે. જ્યારે ચાંદીની કિંમત (Silver price)માં પણ આજે ઘટાડો નોંધાયો છે. આજે સવારે એમસીએક્સ પર ચાંદીની કિંમતમાં 0.20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી આજે પ્રતિ કિલોગ્રામ 62,460 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી. આજે ઓગસ્ટ વાયદા સોનું MCX પર 48,005 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું છે. એ પ્રમાણે સોનું રેકોર્ડ ભાવથી હાલ 8,195 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ઓગસ્ટ ડિલિવરી વાળા સોનાની કિંમત આજે 0.17 ટકા ઘટી છે. આ સાથે સોનાની કિંમત 48,005 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ 0.20 ટકા ઘટી છે. ચાંદીની કિંમત 62,460 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.


જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.