વેપારઃ 3 જાન્યુઆરીએ સોનાની કિંમતમાં 0.19 અને ચાંદીમાં 0.37 ટકાનો ઘટાડો નોંધાયો

ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

સોમવારે સવારે પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીની કિંમતમાં (Gold price today 3 Jan 2022) ઘટાડો જોવામાં આવ્યો છે. વિશ્વભરમાં વધી રહેલા ઓમક્રોનના ખતરા (Omicron threat) વચ્ચે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સવારે MCX સોનાની કિંમતમાં 0.19 ટકાના ઘટાડો જોવાયો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 0.37 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


બજાર નિષ્ણાતોના કહેવા પ્રમાણે હાલ સોનુંરેકોર્ડ હાઇ સપાટીથી 8,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે હાલ સોનાની ખરીદવાની ઉત્તમ તક છે. સોના માટે MCXમાં 47,500 રૂપિયાનો મજબૂત સપોર્ટ છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ₹47,800થી ₹47,900 વચ્ચે સોનું ખરીદવાની ઉત્તમ તક રહેશે. કારણ કે ટૂંક સમયમાં જ સોનામાં ₹49,300થી ₹49,500 પ્રતિ 10 ગ્રામનું સ્તર જોવા મળી શકે છે.


24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.