ખુશખબર@વેપારઃ 21 ડિસેમ્બરે સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી મોટો ઘટાડો નોંધાયો

ફેબ્રુઆરી ડિલિવરી વાળા સોનાની કિંમત  આજે 0.17 ટકાના ઘટાડા સાથે 48,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે આજે ચાંદીની કિંમતમાં પણ મોટો ઘટાડો જોવામાં આવ્યો છે. આજે 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 0.19 ઘટીને 61,298 રૂપિયા પર પહોંચી છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


 લગ્નની સિઝનમાં સોનાની કિંમતમાં છેલ્લા ત્રણ દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. આથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારો મોકો છો. મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી હતી. આજે ફેબ્રુઆરી વાયદા સોનું MCX પર 48,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એટલે કે સોનું આશરે 8,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

ફેબ્રુઆરી ડિલિવરી વાળા સોનાની કિંમત  આજે 0.17 ટકાના ઘટાડા સાથે 48,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે આજે ચાંદીની કિંમતમાં પણ મોટો ઘટાડો જોવામાં આવ્યો છે. આજે 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 0.19 ઘટીને 61,298 રૂપિયા પર પહોંચી છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.


જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.


નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.