વેપારઃ 27મી ડિસેમ્બરના રોજ સવારે સોના-ચાંદીની કિંમતમાં વધારો-ઘટાડો નોંધાયો, જાણો વધુ

આજે સવારે સોનાની કિંમતમાં વધારો જોવામાં આવ્યો હતો, જ્યારે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવામાં આવ્યો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

આંતરરાષ્ટ્રીય વાયદા બજારનો ટ્રેડને જોતા સોમવારે એટલે કે 27મી ડિસેમ્બરના રોજ સવારે સોના-ચાંદીની કિંમતમાં વધારો-ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે સોનાની કિંમતમાં વધારો જોવામાં આવ્યો હતો, જ્યારે ચાંદીની કિંમતમાં ઘટાડો જોવામાં આવ્યો છે. સવારે 9:26 વાગ્યે મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ ફ્યૂચરમાં 99 રૂપિયા એટલે કે 0.21% તેજી જોવા મળી હતી. આ સાથે જ પીળી ધાતુ એટલે કે સોનું 48,218 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગયું છે. ગત ટ્રેડિંગ સેશનમાં સોનું 48,119 રૂપિયા પર બંધ રહ્યું હતું.

ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ગત ટ્રેડિંગ સેશનમાં ચાંદી 62,298 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. ચાંદીના ભાવમાં આજે સવારે 110 રૂપિયા અથવા 0.18% ઘટાડો નોંધાયો હતો. ચાંદીની કિંમત 62,188 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનામાં 0.34%ની તેજી જોવા મળી છે. આાસ થે જ સોનાની કિંમત 1,811.05 ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી હતી. ચાંદીમાં 0.08%નો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ ચાંદીની કિંમત 22.83 ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
 

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.