વેપારઃ જાન્યુઆરી મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે ફટાફટ પતાવીલો કામ
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

નવા વર્ષ 2022ની શરૂઆત આજથી થઇ ગઇ છે, અને વર્ષના પહેલા મહિનામાં તમારે બેન્કના  કેટલાય કામો કરવાના હશે. પરંતુ આ કામો કરતા પહેલા તમારે જાણી લેવુ જોઇએ કે આ મહિને એટલે કે જાન્યુઆરી 2022માં બેન્કો કેટલા દિવસ બંધ રહેશે. અહીં અમે તમને આના વિશે માહિતી આપી રહ્યાં છીએ. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

જોકે, બેન્કની રજાઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે, અને આના કારણે તમારે જાણી લેવુ જોઇએ કે તમારા શહેરમાં કયા દિવસે બેન્ક બંધ રહેશે. અહીં દેશના અલગ અલગ રાજ્યોમાં જાન્યુઆરી મહિનામાં કયા દિવસે બેન્કો બંધ રહેશે તે જાણીને તમારે બેન્કોનુ કામકાજ પહેલાથી પતાવી લેવુ જોઇએ.  

જાન્યુઆરીમાં આ દિવસોમાં બેન્કો બંધ રહેશે---- 
1 જાન્યુઆરી          શનિવાર         નૂતન વર્ષ (મિઝોરમની રાજધાની આઈઝોલ, સિક્કિમની રાજધાની ગંગટોક અને ચેન્નાઈમાં રજા)
2 જાન્યુઆરી       રવિવાર          સાપ્તાહિક રજા 
3 જાન્યુઆરી        સોમવાર          આઈઝોલ અને ગંગટોકમાં નવા વર્ષની ઉજવણીના કારણે બેંકો બંધ રહેશે.
4 જાન્યુઆરી        મંગળવાર        સિક્કિમીઝ નવું વર્ષ- લોસોંગ માટે ગંગટોકમાં બેંકો બંધ જોવા મળશે.
8 જાન્યુઆરી     શનિવાર          બીજા શનિવારની રજા 
9 જાન્યુઆરી      રવિવાર          ગુરુ ગોવિંદ સિંહ જયંતિ સમગ્ર દેશમાં, સમગ્ર દેશમાં સપ્તાહની રજા
11 જાન્યુઆરી      મંગળવાર       મિશનરી ડે મિઝોરમ
12 જાન્યુઆરી      બુધવાર          સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે કોલકાતામાં રજા
14 જાન્યુઆરી     શુક્રવાર           મકરસંક્રાંતિની ગુજરાતમાં રજા રહેશે 
15 જાન્યુઆરી      શનિવાર         પોંગલની આંધ્રપ્રદેશ, પુડુચેરી, તમિલનાડુ
16 જાન્યુઆરી     રવિવાર           સાપ્તાહિક રજા
18 જાન્યુઆરી     મંગળવાર       પૂસમના તહેવારની ચેન્નાઈમાં રજા
22 જાન્યુઆરી    શનિવાર        ચોથા શનિવારની રજા 
23 જાન્યુઆરી     રવિવાર          સાપ્તાહિક રજા
25 જાન્યુઆરી     મંગળવાર       રાજ્ય સ્થાપના દિવસ હિમાચલ પ્રદેશ
26 જાન્યુઆરી     બુધવાર          સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની રજા રહેશે
30 જાન્યુઆરી    રવિવાર            સાપ્તાહિક રજા