મોંઘવારીઃ લીલા દુષ્કાળથી શાકભાજીના ભાવમાં 40%નો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અટલ સમાચાર, ડેસ્ક
ગુુુુુુુુુજરાતમાં અત્યાર સુધી 140 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. અનેક જગ્યાએ લીલા દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ છે. છેલ્લા અઠવાડિયાથી જે પ્રમામે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. અંદાજ પ્રામણે શાકભાજીના ભાવમાં 40 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ વધારાને કારણે ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે. શાકભાજીના વેપારીઓના કહેવા પ્રમાણે હજી 15 દિવસ સુધી આવી સ્થિતિ જોવા મળશે.
છેલ્લા એક અઠવાડિયાથી સુરતના બજારમાં શાકભાજીના ભાવમાં 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. આ પાછળ મુખ્ય કારણ છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલો વરસાદ અને તેના કારણે લીલો દુષ્કાળ છે. વરસાથી બજારમાં નવા શાકભાજી નથી આવી રહ્યા. જેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતોને વરસાદને લઈને ખેતરો અન્ય પાકોની સાથે સાથે શાકભાજીના પાકોને પણ નુકસાન થયું છે. હવે જ્યાં સુધી નવા શાકભાજી બજારમાં નહીં આવે ત્યાં સુધી ભાવો ઊંચા જ રહેશે.

હાલમાં જે પ્રમાણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે તેને કારણે સૌથી વધુ તકલીફ મધ્યમવર્ગીય લોકોને પડી રહી છે. મધ્યમવર્ગીય લોકો દ્વારા મહિનાની શરૂઆતમાં પોતાનું એક બજેટ નક્કી કરવામાં આવતું હોય છે. એ બજેટ અનુસાર જ સમગ્ર મહિનાનો ખર્ચ કરવાનો હોય છે, પરંતુ શાકભાજીના ભાવમાં 40 ટકા જેટલો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ કારણે જે લોકો પહેલા કિલો અને બે કિલો શાકભાજી લેતા હતા તેઓ હવે 500 ગ્રામ અથવા 250 ગ્રામ લઇને કામ ચલાવી રહ્યા છે. સાથે જ શાકભાજીના વેપારીઓ પણ પોતાનો ધંધો ચલાવવા માટે વેપાર કરી રહ્યા છે.