મોંઘવારીઃ CNGની કિંમતમાં તોતિંગ ભાવવધારો ઝીંકાયો , લોકોના બજેટ પર સીધી અસર
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


નવા વર્ષે ફરી ગ્રાહકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. નવા વર્ષે CNG ની કિંમતમાં વધારો થયો છે. અમદાવાદીઓ પર CNGની કિંમતમાં 2.5 રૂપિયાનો વધારો કરાયો છે. CNGનો કિલોદીઠ ભાવ હવે 70.09 રૂપિયા થયો છે. અગાઉ CNG નો કિલોદીઠ ભાવ 67.59 રૂપિયા હતો. અદાણીએ CNG ની કિંમત કિલોદીઠ 2.50 રૂપિયા વધારી છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

1 જાન્યુઆરીથી અનેક સુવિધાઓ તથા વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. જનજીવનની વસ્તુઓમાં જ્યારે ભાવવધારો ઝીંકાય ત્યારે સીધી લોકોના બજેટ પર અસર પડતી હોય છે. છેલ્લા બે વર્ષમાં જનજીવનની વસ્તુઓ પર તોતિંગ ભાવવધારો ઝીંકાયો છે. પેટ્રોલ-ડીઝલ, એલપીજી બાદ હવે નવા વર્ષના પહેલા જ દિવસે CNG ના ભાવ વધ્યા છે. નવા વર્ષના પહેલા જ દિવસે અદાણીએ સીએનજીમાં ભાવ વધારો કર્યો છે. અદાણીએ સીએનજીમાં કિલોદીઝ 2.50 રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે. નવો ભાવ કિલો દીઠ 70.09 પર પહોંચી ગયો છે. 

જોકે, આ ભાવવધારો વાહનચાલકોને ભારે પડી રહેશે. રીક્ષા ચાલકો પહેલેથી જ ગેસમાં વધેલા ભાવોથી પરેશાન છે. આવામાં આ ભાવવધારો તેમની કમર ભાંગી નાઁખશે. ઉલ્લેખનીય છે કે, અદાણી દ્વારા 11 દિવસમાં બીજીવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. 11 દિવસ પહેલા સીએનજીમાં 1.85 રૂપિયાનો ભાવવધારો કર્યો હતો. ત્યારે ટૂંકા ગાળામાં જ બીજો 2.50 રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો.