વેપારઃ 2021ના અંતિમ દિવસે સોના-ચાંદીની કિંમતમાં તેજી, જાણો કેટલા રૂપિયાનો વધારો નોંધાયો

એમસીએક્સ પર સવારે ફેબ્રુઆરી વાયદા સોનામાં 0.05 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. આ સાથે જ 10 ગ્રામ સોનાની કિંમત 47,910 રૂપિયા જોવા મળી હતી. જ્યારે ચાંદીની કિંમતમાં 0.12 ટકાનો વધારો નોંધાયો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


સોના-ચાંદીની ખરીદી માટે હાલ યોગ્ય સમય છે. એવું એ માટે કારણ કે છેલ્લા થોડા દિવસથી સોનાની કિંમતમાં સતત ઘટાડો આવી રહ્યો છે. આજે શુક્રવારે મલ્ટી કૉમોટિડી એક્સચેન્જ પર સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. સવારે 9:56 વાગ્યે MCX પર સોનાની કિંમતમાં 0.05 ટકા તો ચાંદીની કિંમતમાં 0.12 ટકા તેજી જોવામાં આવી હતી. ગઈકાલે સોનાની કિંમતમાં 0.18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે બાદમાં સોનાની કિંમત 48,000 રૂપિયા નીચે આવી ગયું હતું.

એમસીએક્સ પર સવારે ફેબ્રુઆરી વાયદા સોનામાં 0.05 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. આ સાથે જ 10 ગ્રામ સોનાની કિંમત 47,910 રૂપિયા જોવા મળી હતી. જ્યારે ચાંદીની કિંમતમાં 0.12 ટકાનો વધારો નોંધાયો છે. આ સાથે જ 1 કિલોગ્રામ સોનાની કિંમત 62,233 રૂપિયા જોવા મળી હતી. વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી. આજે ઓગસ્ટ વાયદા સોનું MCX પર 47,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું છે. એ પ્રમાણે સોનું રેકોર્ડ ભાવથી હાલ 8, 290 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.