રિપોર્ટ@RBI: સેનેટાઇઝના કારણે 17 કરોડથી વધુ નોટો ખરાબ થઇ

અટલ સમાચાર, ડેસ્ક કોરોનાના સંક્રમણના ડરથી અનેક લોકો પોતાની નોટોને સેનિટાઇઝ કરી રહ્યા છે. સેનેટાઇઝ કરવા, ધોવા અને તડકામાં સુકવવાના કારણે મોટી સંખ્યામાં કરન્સી ખરાબ થઇ છે. આજ કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) સુધી મોટી સંખ્યામાં ખરાબ નોટો પહોંચી છે. અને તેણે પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી દીધા છે. સૌથી વધુ બે હજાર રૂપિયાની નોટ
 
રિપોર્ટ@RBI: સેનેટાઇઝના કારણે 17 કરોડથી વધુ નોટો ખરાબ થઇ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનાના સંક્રમણના ડરથી અનેક લોકો પોતાની નોટોને સેનિટાઇઝ કરી રહ્યા છે. સેનેટાઇઝ કરવા, ધોવા અને તડકામાં સુકવવાના કારણે મોટી સંખ્યામાં કરન્સી ખરાબ થઇ છે. આજ કારણે ભારતીય રિઝર્વ બેંક (RBI) સુધી મોટી સંખ્યામાં ખરાબ નોટો પહોંચી છે. અને તેણે પોતાના જૂના તમામ રેકોર્ડ તોડી દીધા છે. સૌથી વધુ બે હજાર રૂપિયાની નોટ ખરાબ થઇ છે. આરબીઆઇ પાસે 2 હજારના 17 કરોડથી પણ વધુ નોટો આવ્યા છે. આ સિવાય 200, 500, 10 અને 20 રૂપિયાની નોટ પણ વધુ ખરાબ થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

RBIના રિપોર્ટ મુજબ આ વર્ષે 2 હજાર રૂપિયાની 18 કરોડ નોટ ખરાબ થઇ છે. આ સંખ્યા ગત વર્ષની તુલનામાં 300થી વધુ છે. કોરોના સંક્રમણના જીવાણું ચલણી નોટો પર પણ હોવાના કારણે લોકોને તેને સેનેટાઇઝ કરવાનું શરૂ કર્યું. બેંકોમાં પણ નોટાની ગડ્ડીઓ પર સેનેટાઇઝ સ્પ્રે કરવામાં આવે છે. જેના કારણે નવી કરન્સી વર્ષભરમાં ખરાબ થઇ ગઇ. ગત વર્ષ 2000ની 6 લાખ નોટ આવી હતી. આ વખતે આ સંખ્યા 17 કરોડથી પણ વધુ છે. 500થી વધુ નવી કરન્સી દસ ગુણીથી વધુ ખરાબ થઇ છે. બસોનો નોટ પણ ગત વર્ષ કરતા 300 ગણા વધુ બેકાર થયા છે. 20ની નવી કરન્સી આ વર્ષમાં 20 ગણી વધુ ખરાબ થઇ છે.

ગત વર્ષ 2017-18ની વાત કરીએ તો આ સમયે આરબીઆઇની પાસે 2 હજારથી 1 લાખ નોટ આવ્યા હતા. ત્યાં જ 2018-19માં આ સંખ્યા વધીને 6 લાખ થઇ ગઇ છે. આ વર્ષ આ સંખ્યાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. વર્ષ 2019-20માં RBI પાસે 2 હજારના 17.68 કરોડ નોટ આવ્યા. આ રીતે જો 500ની નોટની વાત કરીએ તો 2017-18માં 1 લાખ, 2018-19માં 1.54 કરોડ અને 2019-20માં 16.45 કરોડ નોટ ખરાબ થયા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આરબીઆઇની પાસે સૌથી વધુ 10,20, 50ની ખરાબ નોટ આવે છે.