વેપારઃ 18 ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલા રૂપિયાનો તફાવત નોંધાયો, જાણો આજના નવા રેટ
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


ભારતીય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન (IOCL)ના જણાવ્યા પ્રમાણે આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.87 રૂપિયા પ્રતિ લીટર છે. મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ સૌથી સસ્તું અને મુંબઈમાં સૌથી મોંઘું મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રહી છે. કેન્દ્ર સરકાર બાદ વિવિધ રાજ્યોની સરકારે પણ વેટના દરો ઓછા કરતા લોકોને ભાવ વધારામાંથી રાહત મળી છે.


પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

મુંબઈમાં સીએનજી  અને પીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ મુંબઈમાં હવે સીએનજીની નવી કિંમત 65.30 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે. જ્યારે મુંબઈમાં પીએનજીની કિંમત 38 રૂપિયા પ્રતિ યૂનિટ થઈ છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર વિસ્તારમાં છેલ્લા 11 મહિનામાં સીએનજીની કિંમતમાં 16 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની સીધી અસર ક્ષેત્રના આઠ લાખ લોકો પર પડશે.


ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને દરેક રાજ્યમાં વેટનો દર અલગ અલગ હોવાથી પેટ્રોલની કિંમત એક શહેરથી બીજા શહેરમાં અલગ અલગ હોય છે. હાલ વાત કરીએ તો રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલ સૌથી મોંઘું 112 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જ્યારે પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 82.96 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. ડીઝલની વાત કરીએ તો પોર્ટ બ્લેરમાં 77.13 રૂપિયા પ્રતિ લીટર જ્યારે શ્રીગંગાનગરમાં 95.26 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. આ ઉપરાંત નોઇડાની સરખામણીમાં દિલ્હીમાં ડીઝલ સસ્તું મળી રહ્યું છે.

દેશના વિવિધ શહેરમાં પેટ્રોલની કિંમત 

>> Delhi પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.
>> Mumbai પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.
>> Chennai પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.
>> Kolkata પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.
>> Lucknow પેટ્રોલની કિંમત 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર છે.
>> Gandhinagar પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
>> Port Blair પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)

Ahmedabad: પેટ્રોલની કિંમત 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર છે.
Surat: પેટ્રોલની કિંમત 94.97 રૂપિયા અને ડીઝલ 89.00 રૂપિયા પ્રતિ લીટર છે.
Vadodara: પેટ્રોલની કિંમત 94.67 રૂપિયા અને ડીઝલ 88.69 રૂપિયા પ્રતિ લીટર છે.
Rajkot: પેટ્રોલની કિંમત 94.83 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર છે.