ખુશખબરઃ 30 ડિસેમ્બરે સોનાની કિંમતમાં 0.22 અને ચાંદીમાં 0.48 ટકાનો ઘટાડો નોંધાયો
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


આજે ફરી સોનાની કિંમત ઘટી છે. ચાંદીની કિંમતમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર આજે સવારે 9:32 વાગ્યે ફેબ્રુઆરી વાયદા સોનું 0.22 ટકા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી 0.48 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી. આજે ઓગસ્ટ વાયદા સોનું MCX પર 47,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું છે. એ પ્રમાણે સોનું રેકોર્ડ ભાવથી હાલ 8,465 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. ફેબ્રુઆરી ડિલિવરી વાળા સોનાની કિંમત આજે 0.22 ટકા ઘટી છે. આ સાથે સોનાની કિંમત 47,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ 0.48 ટકા ઘટી છે. ચાંદીની કિંમત 61,549 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.


જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.