ખુશખબરઃ નવા વર્ષે મોટી ભેટ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો

ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી લોકોને મોટી રાહત મળશે. જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

નવા વર્ષ પર ઇન્ડિયન ઓઇલે લોકોને મોટી ભેટ આપી છે. ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી લોકોને મોટી રાહત મળશે. જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

તમને જણાવી દઈએ કે અગાઉ ડિસેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, લોકો માટે રાહતની વાત એ છે કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ માલિકોને રાહત મળી છે.

જણાવી દઈએ કે 100 રૂપિયાના ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2001 રૂપિયા થઈ ગઈ છે. ત્યારે, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2077 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1951 રૂપિયા થઈ ગઈ છે.