વેપારઃ આખા અઠવાડિયે સોનાની કિંમતમાં 483 રૂપિયાનો ઘટાડો નોંધાયો, જાણો નિષ્ણાતોનું શું કહેવું
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

એમસીએક્સ પર શુક્રવારે પીળી ધાતુ એટલે કે સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 32 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સોનું 48,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ રહ્યું હતું. આ આખા અઠવાડિયે સોનાની કિંમતમાં 483 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી ગોલ્ડ ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં આવેલો આ ઘટાડો કોરોનાના કેસમાં  થઈ રહેલો વધારો, ક્રૂડ ઓઇલની કિંમત અને વૈશ્વિક સ્તરે મોંઘવારીની વધતી ચિંતા છતાં જોવા મળ્યો છે.

કોમોડિટી માર્કેટના જાણકારોનું કહેવું છે કે સોનાની કિંમતમાં આ ઘટાડો ભારતીય રૂપિયાની સરખામણીમાં અમેરિકન ડૉલરમાં આવેલા ઘટાડાને પગલે આવ્યો છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ડૉલરની સરખામણીમાં રૂપિયો મજબૂત બનતા સોનાની કિંમતમાં થઈ રહેલા વધારા પર ઠંડું પાણી રેડાયું હતું. જોકે, એમસીએક્સ પર સોના માટે એકંદરે સેન્ટીમેન્ટ હજુ પણ તેજીનું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

બુલિયન માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે હાજર સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1760 ડૉલરથી 1835 ડૉલર પ્રતિ ઔંસ વચ્ચે નજરે પડી રહી છે. આગામી અઠવાડિયે પણ કિંમત આ રેન્જમાં રહેવાની આશા છે. જાણકારોનું કહેવું છે કે જ્યાં સુધી હાજર સોનામાં કોઈ એક દિશામાં રેન્જ નથી તૂટતી ત્યાં સુધી એમસીએક્સ પર સોનું 48,000-48,700 રૂપિયાની વચ્ચે નજરે પડી શકે છે.
 

બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ડૉલરની સરખામણીમાં રૂપિયામાં મજબૂતી વધારે લાંબો સમય નહીં ટકે. કારણ કે ક્રૂડની વધી રહેલી કિંમતથી આખી દુનિયામાં મોંઘવારી વધશે. જેના પગલે નજીકના ભવિષ્યમાં જ સોનામાં ફરીથી ચમક જોવા મળશે.
 બજાર દિગ્ગજોએ સોનામાં રોકાણ કરતા લોકોને સલાહ આપી છે કે તેઓ ઘટાડા પર ખરીદીની રણનીતિ અપનાવે તેમજ ઉછાળા પર વેચવાલીની રણનીતિથી બચે. કારણ કે સોનું નજીકના ભવિષ્યમાં 1835 ડૉલર પ્રતિ ઔંસની બાધા તોડી શકે છે અને 1880 ડૉલર પ્રતિ ઔંસ તરફ જતું જોવા મળી શકે છે.
 
 

નિષ્ણાતોનું કહેવું છે કે કાચા તેલની કિંમત નજીકના ભવિષ્યમાં સોનાને સપોર્ટ કરતી નજરે પડશે. IIFL Securitie ના અનુજ ગુપ્તાનું કહેવું છે કે આ અઠવાડિયે એમસીએક્સ પર સોનાની કિંમત ઘટી છે. જેનું કારણ ડૉલર સામે રૂપિયો મજબૂત થવાનું છે. તેમણે કહ્યુ કે, રૂપિયાની આ મજબૂતી કાચા તેલની કિંમતમાં થઈ રહેલા વધારાને પગલે ટકાઉ સાબિત થશે. આ ઉપરાંત ભારત અને આખી દુનિયામાં કોરોના વાયરસના વધી રહેલા કેસ સોનાની કિંમતને સપોર્ટ કરશે. નજીકના ભવિષ્યમાં સોનાની કિંમતમાં વધારે જોવા મળી શકે છે.