વેપારઃ રાહતના સમાચાર આજે જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
file photo
દેશની પ્રમુખ ઈંધણ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા. નવા જાહેર થયેલા ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર, ડેસ્ક

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી જનતા હેરાન પરેશાન છે. પરંતુ તેમના માટે એક રાહતના સમાચાર આવ્યા છે. દેશની પ્રમુખ ઈંધણ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા. નવા જાહેર થયેલા ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ગઈ કાલના એટલે કે જૂના ભાવે જ થશે. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

નોંધનીય છે કે દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનો સિલસિલો સતત ચાલુ છે. આજે ફરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ક્રૂડ ઈનવેન્ટ્રીમાં નોંધાયેલા વધારાને કારણે ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર             પેટ્રોલ       ડીઝલ

નવી દિલ્હી      103.97      86.67

મુંબઈ             109.98     94.14

કોલકાતા        104.67     89.79

ચેન્નાઈ            101.40     91.43

ભોપાલ          107.23     90.87

હૈદરાબાદ       108.20     94.62

બેંગલુરુ          100.58     85.01

લખનૌ            95.28     86.80


પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના રેટ આવી જશે. દરેક શહેરના કોડ અલગ અલગ હોય છે. જે તમને IOC ની વેબસાઈટ પર જાણવા મળશે. 

રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ  લાગૂ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.