વેપારઃ 17 ડિસેમ્બરે સોનાની કિંમતમાં 0.29 ટકાનો વધારો નોંધાયા, ચાંદીમાં આટલો ઘટાડો થયો

ગુડ રિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત ₹46,390 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹49,520 પ્રતિ 10 ગ્રામ છે.
 
file fhoto


વેપારઃ 17 ડિસેમ્બરે સોનાની કિંમતમાં 0.29 ટકાનો વધારો નોંધાયા, ચાંદીમાં આટલો ઘટાડો થયો

અટલ સમાચાર, ડેસ્ક


સોનાની કિંમતમાં વધારો ચાલુ રહ્યો છે. આજે સવારે 9.40 વાગ્યે એમસીએક્સ (MCX) પર સોનાની કિંમતમાં 0.29 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સાથે જ 10 ગ્રામ સોનાની કિંમત 48,785 જોવા મળી હતી. બીજી તરફ ચાંદીની કિંમતમાં ઘટાડો (Silver price today) જોવા મળ્યો હતો. એમસીએક્સ પર ચાંદીની કિંમતમાં 0.13% ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ એક કિલોગ્રામ ચાંદીની કિંમત 62,069 જોવા મળી હતી.


ગુડ રિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત ₹46,390 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹49,520 પ્રતિ 10 ગ્રામ છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં 22 કરેટ સોનાની કિંમત ₹47,150 અને 24 કેરેટ સોનાની કિંમત ₹51,430 છે. ગત વર્ષે ઓગસ્ટમાં સોનું ઑલ ટાઇમ હાઈ પર પહોંચ્યું હતું. ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 55,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. એટલે કે ઓલ ટાઇમ હાઇથી જો સોનાની કિંમતની સરખામણી કરવામાં આવે તો હાલ સોનું આશરે 6,615 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


દિલ્હીમાં આજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 51,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 47,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગુડરિટર્ન્સ વેબસાઇટ પ્રમાણે આજે મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 47,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 46,900 રૂપિયા છે. 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.