વેપારઃ દેશનો સૌથી મોટો આઈપીઓ પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ ભાવે શેર બજારમાં લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

આનાથી પેટીએમ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે. શેરબજારની માહિતી મુજબ પેટીએમની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સ લિમિટેડના આઇપીઓને 4.83 કરોડ શેરની ઓફર પર કુલ 9.14 કરોડ શેરની બોલી મળી હતી.
 
file photo
. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા છે. એટલે કે બીએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 195 રૂપિયા ઓછા ભાવે ખુલ્યો હતો.

અટલ સમાચાર, ડેસ્ક

મેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsના શેરનું આજે બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) પર લિસ્ટિંગ થયું છે. રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું છે.  પીટેએમના શેરનું આશરે 9% ડિસ્કાઉન્ટ સાથે એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું. પેટીએમનો આઈપીઓ દેશનો અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ છે. પેટીએમનો આઈપીઓ પહેલી નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને ત્રીજી નવેમ્બરના રોજ બંધ થયો હતો. પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ 1.89 ગણો ભરાયો હતો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

BSE પર પેટીએમનો શેર 1,955 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જ્યારે NSE પર પેટીએમનો શેર 1,950 રૂપિયા પર લિસ્ટ થયો હતો. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા છે. એટલે કે બીએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 195 રૂપિયા ઓછા ભાવે ખુલ્યો હતો. જ્યારે એનએસઈ પર પેટીએમનો શેર ઇશ્યૂ કિંમતથી 190 રૂપિયા ઓછી કિંમતે ખુલ્યો હતો. પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાના IPO માટે કંપનીએ પ્રાઇસ બેન્ડ 2080-2150 રૂપિયા નક્કી કરી હતી. પેટીએમનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ છે. આ પહેલા Coal Indiaનો ઇશ્યૂ સૌથી મોટો ઇશ્યૂ હતો. Coal Indiaનો ઇશ્યૂ 2010ના વર્ષમાં આવ્યો હતો. આઈપીઓ મારફતે કોલ ઇન્ડિયાએ 15,200 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં.

પેટીએમના 18,300 કરોડ રૂપિયાના આઇપીઓ 1.89 ગણો ભરાયો હતો. પેટીએમનો આઈપીઓ દેશના ઇતિહાસમાં સૌથી મોટો સ્ટોક સેલ છે. આનાથી પેટીએમ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે. શેરબજારની માહિતી મુજબ પેટીએમની પેરેન્ટ કંપની One97 કમ્યુનિકેશન્સ લિમિટેડના આઇપીઓને 4.83 કરોડ શેરની ઓફર પર કુલ 9.14 કરોડ શેરની બોલી મળી હતી. આઇપીઓ હેઠળ રિટેલ રોકાણકારોના સેગમેન્ટને ખૂબ ઝડપથી સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ઇન્સ્ટિટ્યુશનલ ખરીદદારો માટે અનામત શેર માટે બુધવારે જોરદાર બોલી બોલાઈ હતી. આ સેગમેન્ટને 2.79 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.