વેપાર@દેશ: એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં રૂ.330નો વધારો, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એક અઠવાડિયામાં 24 કેરેટ સોનામાં ₹330નો વધારો થયો છે. 22 કેરેટ સોનાના ભાવમાં ₹300નો વધારો થયો છે. આજે 7 ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,300 પ્રતિ 10 ગ્રામ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ $4,223.76 પ્રતિ ઔંસ છે. દિલ્હીમાં 7 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,300 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,19,450 રૂપિયા પર છે.મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,19,300 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,150રૂપિયા છે.
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,19,350 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,200 પર પહોંચી ગયો છે. સોનાની જેમ, ચાંદી પણ સાપ્તાહિક ધોરણે વધી રહી છે. એક અઠવાડિયામાં ચાંદીનો ભાવ ₹5,000 વધ્યો છે. 7 ડિસેમ્બરે, ભાવ ₹1,90,000 પ્રતિ કિલોગ્રામ હતો. વિદેશી બજારોમાં ચાંદીનો હાજર ભાવ ₹58.17 પ્રતિ ઔંસ છે.

