વેપાર@દેશ: સોના ચાંદીમાં મોટો કડાકો! જાણો તમારા શહેરમાં આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 26 જૂનની સવારે મોટાભાગના શહેરોમાં ભાવમાં ઘટાડો થયો હતો. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને રૂ.141,470 પ્રતિ 10 ગ્રામ થયો હતો. દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,41,470 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,29,690 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,29,540 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,41,320 છે.
આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,29,590 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,41,370 છે.સોનાની જેમ, ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહી છે. 26 જૂનની સવારે, ભાવ ઘટીને રૂ.234,900 પ્રતિ કિલોગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર ચાંદીનો ભાવ ઔંસ દીઠ $57.10 પર છે.

