વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો, જાણો આજનો ભાવ

 
વેપાર
એક સપ્તાહમાં સોનાના ભાવમાં રૂ.1000 સુધીનો ઘટાડો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા કેટલાક સપ્તાહથી દેશભરમાં સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ લગભગ રૂ.1,000 સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,22,170 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, જ્યારે 22 કેરેટ સોનું રૂ.1,12,000 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.

દેશના મુખ્ય આર્થિક કેન્દ્રો જેવા કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,11,850 પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ ગોલ્ડ રૂ.1,22,020 પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો છે.સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. 10 નવેમ્બર, 2025 ના રોજ દેશભરમાં ચાંદીની કિંમત રૂ.1,52,400 પ્રતિ કિલોગ્રામ નોંધાઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ 48.48 ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. વૈશ્વિક આર્થિક સંકેતો અને ડૉલરની મજબૂતીને કારણે કીમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે.

ભારતમાં સોના અને ચાંદીના દર નક્કી કરવામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) જેવી સંસ્થાઓ દરરોજ આંતરરાષ્ટ્રીય બજારના દરો, રૂપિયાની સામે ડૉલરની સ્થિતિ અને ઇમ્પોર્ટ ડ્યૂટીને ધ્યાનમાં રાખીને ભાવ નક્કી કરે છે.