વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં થયો ધરખમ વધારો! આજે કેટલું મોંઘુ થયું? જાણો

 
ગોલ્ડ
ચાંદીનો ભાવ ગઈકાલની સરખામણીમાં 100 રૂપિયા વધ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગઈકાલની સરખામણીમાં આજે 22 અને 24 કેરેટ સોનાનો ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ 99,300 રૂપિયા છે, 22 કેરેટ સોનાનો ભાવ 90,900 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આજે દિલ્હીમાં, ગઈકાલની સરખામણીમાં 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં મહત્તમ 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 91,060 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 99,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 99,230 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 90,960 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. 5 જૂને ચાંદીનો ભાવ 1,02,100 રૂપિયા પ્રતિ કિલો છે. આજે ચાંદીનો ભાવ ગઈકાલની સરખામણીમાં 100 રૂપિયા વધ્યો છે. ગઈકાલે એક કિલો ચાંદીનો ભાવ 1,02,000 રૂપિયા હતો.24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે પરંતુ 22 કેરેટ સોનું થોડું ઓછું શુદ્ધ પરંતુ મજબૂત છે, તેથી તેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે.