વેપાર@દેશ: સોનાના ભાવમાં રૂ.3000નો વધારો, ચાંદીમાં પણ ઉછાળો, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ રેટ
વિશ્વ બજારમાં સોનું ઉછળી 5000 ડોલર નજીક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે  સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર નવેસરથી તેજી બતાવતા હતા.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓ ફરી ઉછળતી જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ વધી 4900 ડોલર પાર કરી 5000 ડોલર નજીક પહોંચી ગયા હતા.જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ વધી ઔંસના 99 ડોલર કુદાવી 100 ડોલર નજીક પહોંચી ગયાના નિર્દેશો મળ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના રૂ.3000 ઉછળી 995ના ભાવ રૂ.159700 તથા 999ના ભાવ રૂ.160000 બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.310000 રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ  4819થી 4820 ડોલરવાળા ઉછળી ઉંચામાં ભાવ 4967થી 4968 થઈ 4937થી 4938 ડોલર રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.299711 વાળા ઉછળી ઉંચામાં ભાવ રૂ.318960 થઈ 311705 રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3 ટકા ઉંચા રહ્યા હતા. કસરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો તૂટતાં તેની પણ પોઝીટીવ અસર ઝવેરી બજારો પર દેખાઈ હતી.