વેપાર@દેશ: આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ ભાવ

 
ગોલ્ડ

24 કેરેટ સોનું આજે 1000 રૂપિયા જેટલું તૂટ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 1 સપ્ટેમ્બર 2026ના રોજ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ 10 ગ્રામ 24 કેરેટ સોનું આજે 1000 રૂપિયા જેટલું તૂટ્યું છે. જ્યારે ચાંદીમાં પણ 1711 રૂપિયા જેટલો કડાકો નોંધાયો છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1037 રૂપિયા ગગડીને 154798 રૂપિયાના સ્તરે ખુલ્યું છે. એક કિલો ચાંદીના ભાવમાં 1711 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 235488 પર ખુલ્યો જે કાલે 237199 પર બંધ થયો હતો.

વાયદા બજારની વેબસાઈટ પર બપોરે 1 વાગ્યાના રેટ જોઈએ તો 5 ઓક્ટોબરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.29 ટકા ઘટીને 154006 રૂપિયા પર જોવા મળ્યું છે. જ્યારે 4 સપ્ટેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદીનો ભાવ હાલ 0.15 ટકાના વધારા સાથે 234196 રૂપિયા જોવા મળ્યો છે.આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. 31 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવ 1.33 લાખ રૂપિયા થયા હતા. જે 20 જાન્યુઆરીના રોજ વધીને 1.76 લાખ રૂપિયાના સૌથી ઉપરી સ્તર પર પહોંચી ગયા હતા. ત્યારથી અત્યાર સુધીમાં સોનું 21 હજાર રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે.જ્યારે ચાંદીના ભાવ 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા હતી. જે 29 જાન્યુઆરીએ 3.86 લાખ રૂપિયાના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદી 1.53 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે.