વેપાર@દેશ: સોનાના ભાવમાં 2000 રૂપિયાનો વધારો, 95,000ને પાર પહોંચી કિંમત

 
ગોલ્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગઈકાલની સરખામણીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 2000 રૂપિયાનો વધારો થયો છે. હવે દેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,00,000 રૂપિયાના સ્તરથી માત્ર 4,500 રૂપિયા દૂર છે. ગયા સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડા બાદ, સોનું ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચવાનું શરૂ કર્યું છે. દેશના મોટાભાગના શહેરોમાં હનુમાન જયંતીના દિવસે સોનાનો ભાવ 95,500 રૂપિયાથી ઉપર આવી ગયો છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,610 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 95,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. મુંબઈમાં 22 કેરેટ સોનું 87,460 રૂપિયા અને 24 કેરેટ સોનું 95,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 95,460 રુપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,510 પર ટ્રેડ કરી રહ્યો છે. શનિવાર, 12 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 97,100 રૂપિયા પહોચ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે.