વેપાર@દેશ: સોનાના ભાવમાં ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, 24 કેરેટ ગોલ્ડ રૂ.1.34 લાખને પાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સોનાના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને અમેરિકન ફેડરલ રિઝર્વના વલણને કારણે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં તેજી જારી રહી હતી.ભારતમાં આજે 24 કેરેટ સોનાની કિંમત ₹1,34,850 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,23,610 અને 18 કેરેટ ગોલ્ડનો રેટ ₹1,01,140 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,35,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી. મુંબઈમાં 24 કેરેટ સોનું ₹1,34,850 અને 22 કેરેટ ₹1,23,610 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ચેન્નાઈમાં દક્ષિણ ભારતના આ મહાનગરમાં ભાવ સૌથી વધુ ₹1,35,720 નોંધાયો છે. કોલકાતા અને હૈદરાબાદમાં આ શહેરોમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,34,850 ના સ્તર પર છે.
આ તેજી પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ, વૈશ્વિક બજારમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા અને બીજું, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો અંગે ભવિષ્યમાં અપનાવવામાં આવનાર કડક વલણ. જોકે ફેડરલ રિઝર્વે ડિસેમ્બર 2025 માં વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી તેને 3.50% થી 3.75% ની મર્યાદામાં લાવી દીધા છે, પરંતુ ભવિષ્યના ઘટાડા અંગે સમિતિમાં મતભેદો વધી રહ્યા છે.વર્ષ 2025 માં રોકાણના મામલે ચાંદીએ સોનાને પણ પાછળ છોડી દીધું છે. જ્યાં ઓક્ટોબર 2025 સુધી સોનામાં 53% નો વધારો જોવા મળ્યો હતો, ત્યાં ચાંદીના ભાવમાં 69% નો જોરદાર ઉછાળો આવ્યો છે.

