વેપાર@દેશ: સોનામાં રેકોડબ્રેક તેજી, ચાંદી પણ થઈ મોંઘી, જાણો આજના ભાવ

 
ગોલ્ડ
24 કેરેટ સોનું 97,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોચ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનામાં ચાલી રહેલો ઉછાળો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સોનું સતત એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે સોનું ₹96,747 પ્રતિ 10 ગ્રામની નવી વિક્રમી ટોચે પહોંચ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનામાં લગભગ 25 ટકાનો વધારો થયો છે. ચાંદીનો ભાવ ₹1,049 વધીને ₹96,200 પ્રતિ કિલો થયો છે. એક કિલો ચાંદીનો ભાવ ₹1,049 વધીને ₹96,200 પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદીનો ભાવ ₹95,151 પ્રતિ કિલો હતો. 28 માર્ચે ચાંદીએ 1,00,934 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી.

રાજધાની દિલ્હીમાં આજે 22 કેરેટ સોનું 89,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાયું હતું, જ્યારે 24 કેરેટ સોનું 97,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોચ્યું છે. જ્યારે ટેક્સ વગર તેની કિંમત 98,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. આ સિવાય અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 97,620 રુપિયા પર છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવ 89,490ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 99,900 રુપિયા પર છે.