વેપાર@દેશ: ખુશખબર! પાછો સોનાનાં ભાવમાં થયો ઘટાડો, પણ ચાંદીના ભાવ વધ્યા, જાણો આજના ભાવ

 
ગોલ્ડ

ચાંદી આજે સવારે 1711 રૂપિયાની તેજી સાથે 92522 રૂપિયાના સ્તરે જોવા મળી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનાના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી સોનું ચડતું જોવા મળતું હતું પરંતુ આજે પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે એમસીએક્સ પર સોનાના ભાવ ઘટેલા જોવા મળ્યા હતા પરંતુ શરાફા બજારમાં વધેલા જોવા મળ્યા હતા. જો કે સાંજ પડતા ક્લોઝિંગ રેટમાં ઘટાડો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે 145 રૂપિયાની તેજી સાથે 72336 રૂપિયાના સ્તરે જોવા મળ્યું હતું. પરંતુ સાંજ પડતા જ તેમાં 45 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 72291 રૂપિયાના સ્તરે પહોંચી ગયો.

જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે સવારે 1711 રૂપિયાની તેજી સાથે 92522 રૂપિયાના સ્તરે જોવા મળી હતી અને સાંજ પડતા તો આ તેજીમાં વધારો જોવા મળ્યો અને વધુ 598 રૂપિયાનો વધારો થયો અને ચાંદીનો ક્લોઝિંગ રેટ 93120 રૂપિયા પર પહોંચી ગયો.એમસીએક્સ પર આજે સવારે ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડ ફ્યૂચર 54 રૂપિયા ગગડીને 71,955 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. ગત સત્રમાં તે 72,009 રૂપિયા પર બંધ થયો હતો. જો કે ચાંદી 62 રૂપિયાની તેજી સાથે 94,670 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી જે સોમવારે 94,608 રૂપિયા પર બંધ થઈ હતી.