વેપાર@દેશ: ચાંદીના ભાવમાં આવ્યો મોટો ઉછાળો, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ રેટ

 
સિલ્વર
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 97620 રૂપિયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો પણ ચાંદીના ભાવ અટકી રહ્યા નથી. ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. આજે બુધવાર 11 જૂનના રોજ 24 કેરેટ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 97580 રૂપિયાને બદલે 97570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89450 રૂપિયાને બદલે 89440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

1 કિલો ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે અને આ સાથે નવી કિંમત 1,09,000 રૂપિયાને બદલે 1,09,100 રૂપિયા પ્રતિ 1 કિલો થઈ ગઈ છે.સોના-ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. દિલ્હીનું સોનાનું બજાર સમગ્ર ભારતમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ શહેરમાં સોનાના ભાવ દરરોજ બદલાય છે. દેશમાં દરરોજ સોનામાં રોકાણ થાય છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 97620 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 89490 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 1,09,100 રૂપિયા છે.બેંગલોરમાં 24 કેરેટ સોનાનો ભાવ 97570 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 89440 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 1,09,100 રૂપિયા છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 89590 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 97720 રૂપિયા છે.ચાંદીનો ભાવ 1 કિલો દીઠ 1,09,100 રૂપિયા છે.મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 89440 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 97570 રૂપિયા છે.ચાંદીનો ભાવ 1 કિલો દીઠ 1,09,100 રુપિયા છે.