વેપાર@દેશ: સોનામાં મોટો ભડકો, બે અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચ્યું, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
ચાંદીમાં 628 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે

​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનું એકવાર ફરીથી તેજી તરફ દોડી રહ્યું છે. સોનું ગ્લોબલ માર્કેટમાં બે અઠવાડિયાથી ઉંચાઈ પર છે. તેનો ભાવ 2400 ડોલરની નજીક જોવા મળ્યો છે. તે સતત બીજા અઠવાડિયે આગળ વધવાની તૈયારીમાં છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં 564 રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો છે અને ભાવ 72,726 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે સોનાનો ભાવ 72,162 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 517 રૂપિયા મોંઘુ થયું છે અને ભાવ 66,617 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે.

ચાંદીમાં 628 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ઓપનિંગ રેટ હાલ 90,038 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો છે. ગઈ કાલે ચાંદી 90,038 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી.ભારતીય વાયદા બજારની વાત કરીએ તો MCX પર 140 રૂપિયાની તેજી સાથે 72,726 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ભાવ જોવા મળ્યો. ગુરુવારે સોનું 72,586 ના સ્તરે જોવા મળ્યું હતું. ચાંદીમાં આજે સવારે હળવો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે તે 91,600 ના સ્તરે હતી. સવારે 153 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને પછી તે 91,512 પર પહોંચી હતી.ગઈ કાલે ચાંદી 91,665 પર ક્લોઝ થઈ હતી.