વેપાર@દેશ: લગ્નગાળાની સીઝનમાં સોનાનાં ભાવ ધડામ દઈને પડ્યા નીચે, તમારા શહેરમાં કેટલો છે ભાવ જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અત્યારે દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આપણા દેશમાં લગ્નની અંદર સોનુ આપવું એક પ્રથા જેવું બની ગયું છે. ત્યારે છેલ્લા થોડા સમયથી સોનાના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા, જેના કારણે લગ્ન કરનાર પરિવારમાં પણ સોનુ ખરીદવાને લઈને મથામણ ચાલતી હતી, પરંતુ હાલ સોનાના ભાવમાં ઘટાડો થવાની ખબર સામે આવતા જ જે પરિવારમાં લગ્ન થવાના છે તેમને થોડી રાહત મળી છે.એપ્રિલ મહિનામાં સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો, ત્યારે હાલ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. લગ્નગાળાની આ સીઝન વચ્ચે સોનાના ભાવમાં 3 હજાર સુધીનો ઘટાડો નોંધાતા જ લોકોએ રાહતના શ્વાસ લીધા છે.
અમદાવાદના ભાવની તો અમદાવાદમાં હાલ સોનાનો ભાવ 72 હજાર 930 રૂપિયા નોંધાયો છે, જયારે ચાંદી 84 હજાર રૂપિયા નોધાયો હતો, હાલ અમદાવાદમાં સોનાના ભાવ 71-12 હજારની આસપાસ ચાલી રહ્યો છે.રાજકોટમાં સોનાના ભાવની તો રાજકોટમાં સોનુ સોનાનો ભાવ 71 હજાર 530 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી ચાંદીનો ભાવ 82 હજાર 460 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત ₹66,890 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,970 પ્રતિ 10 ગ્રામ છે.
ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમત ₹66,850 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,390 પ્રતિ 10 ગ્રામ હતી. જે આજે અનુક્રમે ₹66,840 અને ₹72,920 પ્રતિ 10 ગ્રામ છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં જ લગ્નની સીઝન શરૂ થતા જ સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ હાલ સોનાના ભાવમાં 3 હજાર સુધીનો ઘટાડો આવતા લોકોને ખુશ ખબરી મળી છે.