વેપાર@દેશ: આજે ફરી સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદી 83 હજારને પાર પહોચ્યું

 
ગોલ્ડ
એક કિલો ચાંદીનો ભાવ 83,251 રૂપિયા થયો

​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બંનેના વાયદાના ભાવ સ્થાનિક બજારમાં ઉછાળા સાથે ખુલ્યા હતા.આજે સોનાના ભાવ રૂ.72,700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ચાંદીનો ભાવ રૂ.83,300ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાની કિંમતો ધીમી શરૂઆત કરી હતી. જોકે આજે સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો બેન્ચમાર્ક જૂન કોન્ટ્રાક્ટ આજે રૂ. 35ના વધારા સાથે રૂ. 72,718 પર ખૂલ્યો હતો. આ કોન્ટ્રાક્ટ રૂ. 47ના ઉછાળા સાથે રૂ. 72,730 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 72,846 અને દિવસની નીચી સપાટી રૂ. 72,684 પર પહોંચ્યો હતો. સોનાનો ભાવ ગયા સપ્તાહે રૂ.73,958ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.ચાંદીની શરૂઆત આજે તેજી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક મે કોન્ટ્રાક્ટ આજે રૂ. 522ના વધારા સાથે રૂ. 83,795 પર ખૂલ્યો હતો. આજે આ કોન્ટ્રાક્ટ રૂ. 78ના ઉછાળા સાથે રૂ. 83,351 પર ટ્રેડ કરી રહ્યો છે. આ સમયે તે દિવસની ટોચે રૂ. 83,795 અને નીચી રૂ. 83,251 પર પહોંચ્યો હતો. ગયા સપ્તાહે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ. 86,126ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ આજે નબળાઈ સાથે શરૂ થયા છે. કોમેક્સ પર સોનું 2,394 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉની બંધ કિંમત 2,398 ડોલર હતી. જોકે, સમાચાર લખાય છે ત્યારે તે 4.20 ડોલરના ઉછાળા સાથે 2,402.20 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.