વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં એકાએક વધારો, તેજી થવાનું કારણ શું? જાણો

 
ગોલ્ડ

ચાંદીનો ભાવ 85,900 રૂપિયો પ્રતિ કિલો રહ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એપ્રિલ મહિનામાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાને કારણે લોકો ઉદાસીન રહ્યા હતા. શનિવારે ફરી એકવાર સોનાનો ભાવ 75 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યો. છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.આ વર્ષે સોના-ચાંદીના આંકડા જણાવી રહ્યા છે કે એપ્રિલ અને મે મહિનામાં સૌથી વોલેટાલિટી રહી. લગ્નસરામાં સોના-ચાંદીની તેજીને લીધે લોકોની ખરીદવાનું વલણ ઓછું રહ્યું છે. બુલિયન માર્કેટમાં પણ સુમસામ ભાસી રહ્યા છે.

ગત એક અઠવાડિયામાં રહેલા આંકડા પર નજર નાખીએ તો 20 એપ્રિલ સોનાની કીંમત સૌથી વધુ 76,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 85,900 રૂપિયો પ્રતિ કિલો રહ્યો હતો. મળતી માહિતી અનુસાર માંગ વધુ હોવાથી અને સપ્લાય ઓછી હોવાથી સોના-ચાંદીના ભાવ પર અસર પડી છે. અન્ય દેશોથી આયાત-નિકાસ સિવાય અન્ય કારણોથી ગત દિવસોમાં સોના અને ચાંદીની કીંમતમાં તેજી જોવા મળી રહી છે.

સોની બજારમાં જલ્દી જ સોના અને ચાંદીની કીંમતોમાં ફરીથી તેજી આવવાની આશા છે. ચાંદી એક લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે આજથી લગ્નગાળો શરૂ થવા જઈ રહ્યો હોવાથી ગ્રાહકોમાં સોના-ચાંદીની માંગ પણ પહેલાથી જ વધી ગઈ. 23 એપ્રિલે સોનું અને ચાંદી બંને નબળા રહ્યા હતા. સોનું રૂ.2150 ઘટીને રૂ.74050 પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ રૂ.3550 ઘટીને રૂ.82350 થયો હતો. આ પછી શનિવારે સપ્તાહના અંતે સોનું ફરી એકવાર 75 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યું.